બ્લેક હોલ (ભાગ-૧)

(27)
  • 4.4k
  • 12
  • 2k

બ્લેક હોલની સૌથી સાદી વ્યાખ્યા શું આપી શકાય? એ પ્રશ્નના જવાબમાં એટલું જ કહી શકાય કે અવકાશનો (સચોટ રીતે કહીએ તો સ્પેસટાઇમનો) એવો વિસ્તાર જેનું ગુરૂત્વાકર્ષણ એટલું બધું વધારે છે કે એની ઝપટે ચડેલો પ્રકાશ પણ છટકી શકતો નથી. (જી હા. બ્રહ્માંડની સૌથી ઝડપી વસ્તુ, પ્રકાશ, પણ છટકી શકતો નથી.) પ્રકાશ એક પ્રકારનું વિદ્યુતચુંબકીય તરંગ જ છે ને! મતલબ કે બ્લેક હોલમાંથી કોઇપણ પ્રકારના વિદ્યુતચુંબકીય તરંગો છટકી શકતાં નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રકાશ કોઇ વસ્તુને અથડાઇને આપણી આંખોમાં આવે ત્યારે આપણને એ વસ્તુ દેખાય છે. પણ સામેવાળી વસ્તુ જો પ્રકાશને જ હજમ કરી જતી હોય તો એ દેખાશે કઇ રીતે?? એટલે જ એવી ન દેખાતી વસ્તુને બ્લેક હોલ નામ આપવામાં આવ્યું. તો પછી સાહજિક પ્રશ્ન એ થાય કે જેમાંથી કોઇપણ પ્રકારના તરંગો છટકી શકતાં ન હોય એનો પત્તો લાગે કઇ રીતે??