“જીવો જિંદગી ખુશીથી”(સ્ત્રીની નજરે, સ્ત્રીને)

(18)
  • 4.7k
  • 6
  • 1.4k

તમને દુનિયામાં કૃત્રિમ વસ્તુઓ તો બધે જ મળશે, જેનાથી તમે તમને બાહ્ય રીતે સુંદર બનાવી શકો. તમે દુનિયાની આધુનિકથી આધુનિક વસ્તુઓ ખરીદીને તમારા સૌંદર્યને નિખારી શકશો .સારા અને સુંદર દેખાવની હોડમાં તમે એ બધું જ કરશો જે જરૂરી છે. ખાવું, પીવું, ઊઠવું, બેસવું, જાગવું, સૂવું, શું કરવું, શું ના કરવું એ બધું જ તમે ધ્યાન રાખશો, કારણ કે તમને લોકો સામે સુંદર દેખાવું પસંદ છે. પણ કદી તમે એ વિચાર્યું છે કે તમે આ બાહ્ય સુંદરતા ક્યાં સુધી ટકાવી રાખશો? જો તમે અંદરથી ખુશ નથી, તો આ બાહ્ય સુંદરતા ઝાઝો સમય ટકીને ના રહી શકે. ફિલ્મોમાં, વિવિધ જાહેરખબરોમાં, ટી.વી. સિરિયલોમાં