દાવ...

(18.7k)
  • 4k
  • 3
  • 1.5k

"આજે રવિવારનો દિવસ અને આ કંપનીએ મને હાઈ રાઈઝ બિલ્ડીંગમાં પચ્ચીસમાં માળે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો છે. ઉફ્ફ...ના પાડવાની ઇચ્છા તો ઘણી પ્રબળ છે પણ સાલું ના પાડી શકાય તેમ નથી. આમ પણ નોકરી માટેનાં આટલા અસફળ પ્રયત્ન પછી એક અસફળ પ્રયત્ન વધારે!" હું હંમેશની માફક ઇન્ટરવ્યૂ પહેલા મારા મિત્ર દિપેશને સેલ ફોનમાં વાત જણાવી રહ્યો હતો."અરે રવિ...તું શીદને ચિંતા કરે છે? તું ઇન્ટરવ્યૂ આપી તો આવ. કદાચ આ વખતે તારો નંબર લાગી પણ જાય" દિપેશ બોલ્યો."ચાલ હવે, મને ઊંઠા ન શીખવ. તને બી.ઈ. કર્યા પછી એક જ મહિનામાં નોકરી મળી ગઈ એટલે તને બધું પોઝિટિવ લાગે છે, અને હું છેલ્લાં