માધવરાય

  • 2.2k
  • 2
  • 562

માધવરાય કાળરાત્રીએ મુંબઈ શહેર પર કબજો જમાવી દીધો . માણસોએ વીજળીના ગોળા પેટાવી એની સામે મોરચો માંડ્યો છે . આકાશના તારા કોઈ સન્યાસીની જેમ કોઈ ખૂણામાં બેસી છાના તેજ પ્રસરાવી રાતની રંગીનતામાં પોતાનો ભાગ આપી મનમાં પોસરાઈ રહ્યા છે . રસ્તાઓ હજી નવરા નથી થયાં . હા થોડો ભાર જરૂર હળવો થયો છે . આખા દિવસના વાહનોની ભાગદોડથી એ થોડો થાકયા છે પણ માણસ હજી વધારેની લાલચમાં દોડતો જાય છે . જાણે મુંબઈ ક્યારેય થાકતી નથી . રાત પુરી થઈ ના થઇ ત્યાં સૂરજે બારણે ટકોરા પાડયા . એ પણ ઝાંખો પડી ગયો છે . એની આંખોમાં પણ