અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૬

  • 2.2k
  • 1
  • 968

પ્રકરણ ૬ અતુલ માં આગમન ૧૯૫૬માં ગ્રેજ્યુએટ થયો. નોકરીની શોધ શરૂ કરી.અમારૂં કુટુંબ અમદાવાદમાં સર ચીનુભાઇ બેરૉનેટનું કુટુંબી હતું મારા કાકાશ્રી બેરોનેટ કુટુંબના જમાઈ હતા. અમારા કુટુંબને અને કસ્તુરભાઈના કુટુંબને ઘણો જ સારો સંબંધ હતો. B.Sc. થયા બાદ તેમને મળીને તેમના આશીર્વાદ લેવા ગયો. “હવે શું વિચાર છે? આગળ ભણવું છે કે નોકરી કરવી છે ? ભણવાનો તો વિચાર છે, પણ ઘરની આર્થિક પરિસ્થિતિથી તમે વાકેફ છો. તેથી નોકરી કરવા વિચાર છે. સારૂં હું કસ્તુરભાઇ શેઠને વાત કરીશ. કસ્તુરભાઈ શેઠની ઘણી બધી મીલો અમદાવાદમાં છે. તારે ક્યી મીલમાં અને ક્યા ખાતામાં જવું છે ? તે નક્કી કરી મને