પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન - 2

(54)
  • 3.3k
  • 4
  • 1.2k

રાજા વિક્રમસિંહના પત્ની મહારાની કનકબા એક સિંહણ હતા, એક સતી હતા. તેમનો પ્રજાપ્રેમ જગજાહેર હતો. તેમનાથી પ્રજાની આ વ્યથા સહેવાતી નહોતી. રાજા વિક્રમસિંહ શરાબ, સુંદરી અને જુલ્મોમાથી ઉંચા નહોતા આવતા. હકીકત તો એ હતી કે રાજા મહારાણી પાસે મીંદડી બની જતા અને આથી જ તે મહારાણી સમક્ષ જતા પણ નહોતા. તેમનાથી મહારાણીની સામે ઉભુ રહેવાતુ જ નહોતુ. ક્યાંથી ઉભુ રહેવાય? મહારાણી કનકબા પાસે તેમના પૂજાપાઠનુ તપ હતુ, જયારે રાજા વિક્રમસિંહ તાંત્રિકની મેલી વિધ્યાનો પડછાયો હતો. મહારાણી કનકબાએ પ્રજાને રાજા વિક્રમસિંહના ત્રાસમાથી છોડાવવાનો નિર્ણય લીધો. કોઈપણ હિસાબે તે પોતાની પ્રજાને સુખચેન આપવા ઇચ્છતા હતા. ભલે આમ કરવા જતા તેમના એકમાત્ર પુત્રના માથેથી પિતાનુ છત્ર પણ ખૂંચવાઇ જાય..