અનોખી પૂજા

(26)
  • 2.1k
  • 7
  • 853

સરિતાના પિતા ખૂબ મોટું નામ ધરાવતા. અનેક ધાર્મિક સંસ્થામાં માનદ હોદો ધરાવતાં હતાં. મોટાપાયે પૂજાનું આયોજન કરી ધર્મનો મહિમા વધારવાની અને પુણ્ય કમાવવાની તક તેઓ છોડતાં નહીં. પણ સરિતા આ મોટા આયોજનોથી દૂર એક એનજીઓ ચલાવતી હતી. ખાસ કરી માનસિક રોગી અને રસ્તે રઝળતા બીમાર અશકત લોકોની મદદ કરતી. પિતા મંદિરમાં રાજભોગ ધરી પૂજા કરતાં રહેતા તેમને મન વૈભવશાળી રીતે પૂજા ભક્તિ કરવી એટલે ધર્મનો મહિમા વધારવાનું કામ અને એજ ધર્મ. સરિતા જુદી વિચારસરણી સાથે આ દરિદ્રનારાયણોની ભક્તિ કરતી હતી. માનસિક રોગીઓને નવડાવી ચોખ્ખા કપડાં પહેરાવી, વાળ કપાવી વ્યવસ્થિત ઓળી, તેમને ખવડાવવી અને તેમના ઈલાજની સગવડતા કરતી હતી.. મંદિરમાં ચડાવાની બોલી બોલતા તેના પિતા તેને કાયમ પૂજા માટે શોધ્યા કરતાં.