કેસ. હાફ મીલીયન નો….

(30)
  • 1.3k
  • 2
  • 503

દીનેશે નિર્જરીની આંખમાં આવેલા આંસુને જોઇ પોતાની આંખનો વિષાદ છુપાવ્યો અને ફોન ડિસ્કનેક્ટ કર્યો. નોકરી એટલે નો કરી. કરવી પડે તો સારી અને નો કરીયે તો પગાર ના મળે તે કેમ ચાલે? બાથરૂમમાં જઈને આંખો પર પાણી છાંટીને સ્વસ્થ થઇને તે આવી. નોકરી ચાલુ થઈ ગઈ હતી સોફટ્વેર નું ટેસ્ટીંગ થતુ હતુ. માઇકે પહેલી બેચ સુધારી હતી તેથી ત્રીજી બેચમાં ગાર્બેજ ઇન એટલે કે ગાર્બેજ આઉટ ચાલતું હતું, નિર્જરી તેને સુધારતી જતી હતી. સીનીયર પ્રોગ્રમર તરીકે તેની કસોટી હતી, વર્ષોથી આ કામ કરતી હતી પણ પેલું ગણીતમાં કહે છે ને કે સો દાખલા ગણો છતા એકસો એકમો આવડશે તેવું જરુરી નહીં…ની જેમ કોંપ્યુટર ક્યારે કસોટી કરશે તે કહેવાય નહીં..