ધાગે

(11)
  • 2.8k
  • 1
  • 709

" મમ્મી, જૉહ્નથનનો ઇ-મેઇલ આવ્યો છે. એમને આપણું કન્સાઈનમૅન્ટ મળ્યું નથી. હું જરા ફૅડેક્સની ઓફિસ પર તપાસ કરી આવું.", એકટીવાની ચાવી ઘુમાવતાં કૃતિકા બોલી. "તમારી રંગોની પસંદગી અફલાતૂન છે હોં મમ્મી...", હસતાં હસતાં જ એણે પગ ઉપાડ્યા. "હા બેટા, જઈ આવ." ઈંદુબેન હીંચકા પર બેસી આજે જ આવેલાં મેગેઝિન નો નવો અંક જોઈ રહ્યા હતાં. "કેટલી ઉત્સાહી છે આ છોકરી !! એનાં આ ઉત્સાહે મારામાં પણ એક નવી ઉર્જાનો સંચાર થાય છે. ", કૃતિકાની ત્વરિત ચાલને જોઈ મનોમન બોલી ઉઠ્યાં. *** " તને એમાં ખબર ન પડે." આ વાક્ય ઈંદુબેન છેલ્લાં પચ્ચીસ વર્ષથી લગભગ રોજ સાંભળતાં. જીવનની આ ધ્રુવ પંક્તિ અલગ