ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૩

(88)
  • 5.4k
  • 4
  • 3.3k

ખુરશી પરથી ઉભા થઇ સ્વયમે દ્રષ્ટીને આવકારી અને બેસવા માટે ખુરશી પાછળ કરી. દ્રષ્ટીએ ખુરશી પર બેસતા બેસતા સવાલ કર્યો કેમ પાર્ટીમાં કોઇ જ નથી. ત્યારે સ્વયમે જવાબ આપ્યો કે, મારી પાર્ટીની શરૂઆત પણ તું જ છે અને અંત પણ તું જ છે. એ વાક્ય સાંભળતાની સાથે જ દ્રષ્ટીના ગાલ લાલ થઇ ગયા અને શરમથી તેની આંખો ઢળી ગઇ....સ્વયમ પણ શરમાતી દ્રષ્ટીને જોઇ રહ્યો. થોડીવાર માટે બન્ને ગુમસુમ બેસી રહ્યાં. દ્રષ્ટીને યાદ આવ્યું કે, આજે સ્વયમનો જન્મ દિવસ છે, એટલે તેને સાથે લાવેલી સોનાની ચેનની ભેટ સ્વયમને આપી અને જન્મ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. સ્વયમે પણ તે સ્વીકારી અને કહ્યું કે, દ્રષ્ટી આજે આપણે છેલ્લા એક વર્ષ ઉપરાંથી સાથે છીએ....