બ્રેન્ડન પાર્ક "આ પપ્પા ને શું કહેવું હવે? એ ક્યારેય નહીં ચેંજ થાય. અમે નાનકડા હતા ત્યારે બહારગામ જવાનું હોય ને ટ્રેન નો ટાઈમ ૭ વાગ્યા નો હોય. ૫ વાગ્યામાં ઉઠાડે તેમ નહીં પણ ૫ વાગે સ્ટેશને એમની સાથે બધાયે પહોંચવાનું. અરે, પણ બે કલાક શું કામ સ્ટેશને રાહ જોવાની ??? ટ્રેન ટાઇમસર આવે કે ના આવે આપણે તો મોડા ના પડીએ ને ? હે ભગવાન !!"મને હસવું ના રોકાયું ને આખા રૂમ માં હા હા હા ... અમે બંને ખૂબ હસ્યા. તે આગળ બોલ્યોઃ " અરે આવું એકાદવાર નથી બન્યું દરેક જગ્યાએ અમે સૌથી પહેલા પહોંચી ગયા હોઈએ...યજમાન તૈયાર