સુંદરતા : હોવું, જોવું અને માનવું

  • 2.9k
  • 1
  • 888

A woman whose smile is open and whose expression is glad has a kind of beauty no matter what she wears. સુંદરતા વિશે વાત શરૂ કરીએ એટલે વાત સીધી ફેશન સુધી જતી રહે અને પછી તો કપડાંની સાથે સાથે ફેશન અને સંસ્કૃતિ અને આચાર-વિચાર બધાના લીરેલીરાં ઉડાડતી ખોટેખોટી ચર્ચાઓ ચાલે. તેમાંય જ્યારે છેડતી, શારીરિક શોષણ કે બળાત્કારના કિસ્સાની વાત થતી હોય ત્યારે આંખોમાં વ્યાભીચારી વરુ રાખીને ફરતા છતાં કહેવાતા સભ્ય સામાજિક પ્રાણીઓ નાકના ટેરવા ચડાવીને સ્ત્રીના પોશાકનો જ વાંક કાઢવા બેસે છે. બીજી વાત આવે છે કે આધેડ ઉંમરે પહોંચ્યા પછી પણ સુંદર દેખાવાની. સ્ત્રીઓને તો આજીવન નાની