હિગ્સ બોઝોન (ભાગ-૩)

  • 2.6k
  • 1
  • 860

હિગ્સ બોઝોન (ભાગ-૩) આપણું બ્રહ્માંડ મૂળભૂત રીતે ચાર મુખ્ય બળોનું બનેલું છે. સ્ટ્રોંગ ફોર્સ, વીક ફોર્સ, વિદ્યુતચુંબક્ત્વ અને ગુરૂત્વાકર્ષણ એ ચાર મૂળભૂત બળો દ્વારા જ અન્ય બળો તથા અન્ય તમામ આંતરક્રિયાઓ પેદા થાય છે. આ ચારેય બળો કરોળીયાના જાળાની માફક પોતાનું ક્ષેત્ર ફેલાવે છે અને એ ક્ષેત્ર એમાં આવતાં પદાર્થો પર આનુષાંગિક અસરો ઉપજાવે છે. ભૌતિકવિજ્ઞાનીઓ વર્ષોથી થિયરી ઓફ એવરીથીંગની તલાશ કરી રહ્યાં છે. એ થિયરી ઓફ એવરીથીંગ એટલે આ ચારેય બળોને એક તાંતણે પરોવીને એકસૂત્ર કરીને એક જ સમીકરણ વડે બ્રહ્માંડને સમજાવતી થિયરી. હા. આપણાં આખે આખાં બ્રહ્માંડને માત્ર એક જ સમીકરણ વડે સમજાવતી થિયરી.. અલબત્ત એ સમીકરણ