નિરંતર ફેરવાતી દુનિયા. વિરહિત સમયે એકાદ પેઢી સુધી યાદ કરતા રહે, આ જગતનો ક્રમ,સમય જ બધું સરખું કરે નહિ તો જીવન જીવવું ઘણું અઘરું પડે, દેહથી છૂટો પડેલા જીવનું શું થાય તેની કોઈને ખબર નહિ, પણ જન્મ પછીની લાંબી સફર પછી જીવ આધિ વ્યાધિ અને ઉપાધિથી જર્જરિત થયેલો દેહ છોડી દે. તેના અવયવોની કામ કરવાની શક્તિ ઘટી જાય અને ક્યારેક કામ કરતા બંધ થઇ જાય ત્યારે જીવ જેને દુનિયાએ જાણ્યો નથી પણ એ તત્વ અમર છે તેની તેને ખબર છે, હિન્દૂધર્મ તેને એક શરીર છોડી બીજામાં એમ ૮૪ લાખના ફેરામાં ફરવાનું અનુમાન કરે છે.જુદી જુદી યોનિમાં