નો રીટર્ન-૨. ભાગ-૩૬

(341)
  • 9.8k
  • 13
  • 5.3k

નો-રીટર્ન-૨ ભાગ-૩૬ અનેરીને બોલતાં મેં અટકાવી એ કાર્લોસની તિક્ષ્ણ નજરોએ પકડી પાડયું. સાથોસાથ કદાચ તેને એ પણ સમજાયું હશે કે તેની સામે બેસેલો યુવાન કંઇ કાચી માટીનો બનેલો નથી એટલે તે થોડો ઢીલો પડયો હોય એવું મને લાગ્યુ. “ યંગ બોય, તને ખબર છે કે અત્યારે તું કોની સાથે વાત કરી રહયો છે...? “ મને સમજાયું કે અચાનક તે પોતાને પ્રશિસ્ત કરવાનાં મુડમાં આવ્યો છે. “ તમે જ જણાવી દો ને, કે અત્યારે હું કોની સામે બેઠો છું...? ” મેં પણ ઢીલું મૂકયું. “ કાર્લોસ...! કાર્લોસ મોસ્સી, ફક્ત આ નામ તું આ કમરાની બહાર જઇને ઉચ્ચારી