સાબિતી

(20)
  • 2.2k
  • 2
  • 1.1k

સાબિતી વળી રામપરના માથે સાંજ આથમી ગઈ.કોઈ કલાકાર પોતાની કૃતિ નીરખી રહ્યો હોય તેમ સાંજ રામપરને નિહાળે છે.મોતની ગોદમાંથી છટકવા મથતા માણસ ની જેમ કોઈ અલાયદા ભાગમાં ગામ પડેલું છે. એક બાજુ ભેંકાર જંગલ અને બીજું બાજુ સજ્જનોનું જંગલ ને વચમાં આ ગામ જાણે શ્વાસે છે….“અલી કાળી, ક્યાં મરી ગઈ ?” જમાનો જોયેલી આંખો પર નેજવું માંડતા અમરમાં ઉભી શેરીએ સાદ પાડતા ચાલ્યા આવે છે.સાંજ પણ શાંતિ જોવાનું પડ્તું મૂકી ખોબા જેવડા આ ગામનો તમાશો જોવા માંડી.રામ જાણે આ છોડીનું સુ થશે? બળી ખબર નય આખો દિવસ સુ વાંદરાવેડા કર્યા