મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૧૩)

(79)
  • 3k
  • 3
  • 1.9k

રાત્રી દરમિયાન એક મહિલા ની ધરપકડ મોટા ભાગે થઈ ન શકે, પણ અહીં ધરપકડ કરવી આવશ્યક હતી. મહિલા પોલીસ કર્મીઓ સાથે, પોલીસ જાનકીના ઘરે આવી પોહચી!  પોલીસ કાફલાને જોઈને આસપાસના લોકો તમાશો જોવા બહાર ઉમટી આવ્યા હતા.જાનકી બચવા માટે‌હાથ પગ ઉછાળી રહી હતી,પણ તે ના- કામિયાબ રહી! ચુસ્ત મહિલા પોલીસે તેને જોરથી એક હડબુથ પર મારીને જીપમાં બેસાડી દીધી.રીમાન્ડ રૂમમાં મહિલા પોલીસ કર્મીએ ગાળા ગાળી કરતી જાનકીને ફરાવીને જોરથી તમાચો માર્યો! "બહુ ઉછળકૂદ નહિ કર, તારા પર મર્ડર,કિડનેપિંગના ચાર્જીસ છે.""ફ*** મર્ડર,કિડનેપિંગ! અરે મેં જ   ઉદયપુરમાં મારા બોયફ્રેન્ડ ખોવાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે."" ફરિયાદ ફક્ત તારા પોતાના બચાવ માટે નોંધાવી હશે! બાકી