ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-26

(133)
  • 5.5k
  • 6
  • 2.9k

ગુરુજીએ હવનયજ્ઞ શરૂ કર્યો. એમનાં શાંત ચિત્તે થતાં મંત્રોચ્ચારથી વાતાવરણ એકદમ પંવિત્ર થઇ ગયું આજે વૈદિક મંત્રોચ્ચારો બોલીને ગુરુજીએ જાણે ઇશ્વરને સાક્ષાત બોલાવી લીધાં. આસપાસ બેઠેલાં બધાં ખૂબજ પ્રભાવમાં હતાં. ખૂબજ તન્મયતાથી હવન યજ્ઞને નિહાળી રહેલાં. નવનીતરાય, નીરુબહેન, ડો.જોષી સૌરભસિંહ, શ્રીકાંત શર્મા, એમનો આસીસંટન્ટ બધાંજ રસપૂર્વક નિહાળી રહેલાં પૂજારી શુકલાજી પોતે કર્મકાંડનું કાર્ય કરતાં હતાં. જન્મે શુધ્ધ બ્રાહ્મણ હતાં. એમણે ઘણી પૂજા અને હવનયજ્ઞ કર્યા હતાં. પરંતુ આજનો હવનયજ્ઞ કંઇક અલૌકીક લાગી રહેલો. ગુરુજીનાં ચહેરાં પર અગમ્ય શાંતિ પ્રવર્તતી હતી શાંત ચિત્તે સ્પષ્ટ ઉચ્ચારે શ્લોક બોલી રહેલાં. એક સળંગ શ્લોક બોલીને મહાદેવજીની સ્તુતિ એવાં સરસ પ્રચંડ અવાજે બોલ્યાં કે