પ્રેમાત્મા...

(33)
  • 2.4k
  • 5
  • 1k

થોડીવાર પછી ફરી સ્વપ્નીલનો મોબાઈલ ટેબલ પર ધ્રુજી રહ્યો હતો.વારંવાર તેમા એક કોલ પુરો થતા,તરતજ બીજો કોલ આવી રહ્યો હતો.ચાજઁરના કેબલથી જોડાયેલો તેનો મોબાઈલ ફોન ધ્રુજારીના લીધે ધીમે ધીમે,ટેબલની ઉપરથી પોતાનુ મુળ સ્થાન બદલી રહ્યો હતો.આવુ થોડા સમય સુધી ચાલુ.મોબાઈલ ફોન ટેબલની કિનારીથી થોડો દુર હતો.બપોરના બાર વાગ્યા હતા.સૂયઁના કિરણો ગરમીફેકી રહ્યા હતા.બારી બારણા બંધ કરેલો રૂમ ગરમીથી ધગધગી રહ્યો હતો.પંખો પણ ગરમ હવા ફેકી રહ્યો હતો. સ્વપ્નીલ પણ આ ગરમી અનુભવી રહ્યો હતો. તેને પોતાના માથા પર ઓઢેલુ બ્લેન્કેટ ઉઠાવ્યું. તેની નજર તેની ઉપર ફરી રહેલા પંખાને જોય રહી હતી.સ્વપ્નીલ બ્લેન્કેટ માથી બહાર આવ્યો અને તેના બન્ને પગ જમીનથી થોડા ઉપર રાખીને બન્ને હાથથી પોતાની આંખો ચોળતો અને બગાસા ખાતો પોતાના બેડ પર બેઠો થયો.