અક્ષરમાળા સ્કૂલમાં હું વિદ્યાર્થીઓનું ગૃહકાર્ય તપાસતો હતો. ત્યા અંજુની નોટબુક મારા હાથમાં આવી, તેના અક્ષર જોયા, જાણે કે મોતીનાં દાણા જ જોઇ લો. દરેક અક્ષરને વજનથી માપો કે તેના કદથી, બન્ને રીતે એક સરખા જ. મેં ભૂલ શોધવા આંખે ચશ્મા ચઢાવી, સુક્ષ્મદર્શક યંત્રથી જેમ ડુંગળીના કોષ જોતો હોય તેમ, હું તેના અક્ષરને બારીકાઇથી જોવા લાગ્યો.મને ક્યાય ભૂલ જોવા ન મળી.ત્યા અંજુ બોલી, " સર કેમ કાય ભૂલ છે. કે અક્ષર સારા નથી?" હું કઇ બોલ્યો નહી, મે એની સામે જોઇ મેં વ્હાલભર્યુ સ્મિત કર્યુ.સર , આ મારા