પ્રેમીરાજા દેવચંદ-૨

(84)
  • 4.3k
  • 14
  • 2.4k

રાજકુમાર ભર બપોરે કસબા પાસેના છેડે આવેલ કુવા ઉપર પાણી પીવા પહોંચી ગયો, કુવા નજીક જઇને જુઅે છે તો પાણી કાઢવા માટે કાંઇ સાધન ન હતું. કુવાનું પાણી પણ ઉનાળા સમયે છેક તળીયે જતુ રહ્યું હતું, રાજા દેવચંદથી નહિં કુવો છોડીને જવા ઇચ્છા થતી કે નહિં કુવામાં ઉતરવા માટે કોઇ ઉપાય હતો, બસ તેમના પાસે પાણી ભરવા માટે કોઇ આવે તેના સિવાય બધા જ રસ્તા બંધ દેખાતા હતા. પાણી ભરવા કોઇ આવશે તેની રાહ જોવા રાજા ત્યાંજ ઘોડાને બાંધીને ઝાડના છાંયડે બેસી પડ્યો. ર‌ાજા થોડીવાર રાહ જોયા પછી સામેથી કોઇ ઘડુલા લઇને આવતું નજર આવ્યું, તેમને જોઇ રાજ‍ાને લાગેલ તરસ છીપાવાની થોડી આશા જાગી તેના ચહેરા ઉપર તેજ આવી ગયું ને તે ઝાડના છાંયડેથી ઉઠીને કુવા પાસે ગયો ...