સ્વાભાવિક રીતે કોઈ પણ વસ્તુ કે આદત પાડવી બહુ મુશ્કેલ હોય છે. એ જ રીતે કોઈ વ્યક્તિનું આપણા જીવનમાં આવવું કે છૂટા પડવુ તે દર્દ ભર્યુ જ હોય છે. વૈદેહી અને એલ્વિનાનું છૂટું પડવુ પણ તેમના માટે સરળ સાબિત ના થયુ. કહેવાય છે ને કે વાતો ઓછી થવા લાગે તો ગેરસમજ વધવા લાગે. એ જ વાતનો આસાર વૈદેહી અને એલ્વિના સાથે પણ જાણવા લાગ્યુ . ઘણો સમય વીતી ગયો પણ વૈદેહી અને એલ્વિના એકબીજા સાથે વાત કરવામાં નિષ્ફળ રહ્યા. અને એકબીજા પર અતૂટ વિશ્વાસ હવે ખોરવાતો જણાય રહ્યો હતો. "હવે નવા મિત્રો બન્યા હશે", "હું તો યાદ પણ નહિ