કોઈ અજાણ્યા માણસના આવા શબ્દો સાંભળીને મસ્તી તો ખૂબ જ રોષે ભરાઈ ગઈ. તે પણ મસ્તીની ઉંમરનો જ હતો અને કદાચ એને પણ કોલેજ સ્ટાર્ટ થતી હશે એટલે જ બેગ લેવા ગયો હશે. એક ક્ષણ તો તેની આંખો જાણે સિંહણના હાથમાંથી શિકાર સરકી ગયો હોય તેવી લાલ ચોળ થઈ ગઈ. પરંતુ બીજી જ ક્ષણે તેને પાપાના શબ્દો યાદ આવ્યા " क्रोधो: बुद्धि विनाशयते।" અને તે સ્વસ્થ થઈ. તેણે શાંતિથી કહ્યુ, "આઇ એમ સોરી, મને ખબર નહી હતી. પરંતુ મારા પેરેંટ્સ પણ મિટિંગમાં ચાલ્યા ગયા હશે અને આ બેગનુ સિલેક્શન કરવાનુ લાસ્ટ બાકી રહેલુ એટલે કોલ પણ કટ કરી દીધો છે.