ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 20 (અંતિમ ભાગ)

(112)
  • 3.4k
  • 10
  • 1.4k

હવે, ડૉક્ટર તે માણસને જહાજમાં લઈ જવા ઉતાવળા બન્યા જેથી તેને સૂપ કે કંઈ ખાવા-પીવાની વસ્તુ આપી શકાય. પછી, તેમણે થોડી વધુ દિવાસળી સળગાવી અને સૌ બોગદાંમાં થઈ બહાર નીકળ્યા. બહાર સૂર્યપ્રકાશ પૂરતો હતો અને હવે દિવાસળી સળગાવવાની કોઈ જરૂર ન હતી. આ બાજુ પ્રાણીઓ અને છોકરો જહાજ પરથી ખડકને જોઈ રહ્યા હતા. તેમણે ડૉક્ટર અને જિપને લાલ માથાવાળા માણસ સાથે પાછા ફરતાં જોયા ત્યારે કૂદાકૂદ કરી મૂકી. ઊડી રહેલા વાદળી પાંખવાળા પક્ષીઓએ પણ જોયું કે છોકરાના બહાદુર મામા બચી ગયા છે, તેથી તેમણે સીટીઓ મારી. હજારો-લાખોની સંખ્યામાં રહેલા પક્ષીઓએ એકસાથે સીટી મારતા ખૂબ મોટો અવાજ થયો એટલો મોટો કે ઘણે દૂર રહેલા નાવિકો અને ખારવાઓને લાગ્યું કે સમુદ્રી તોફાન આવવાનું છે ! તેઓ એકબીજાને કહેવા લાગ્યા,