અબોલાનું ગણિત...

(15)
  • 1.6k
  • 6
  • 453

ભીતર પ્રવેશવાની સુખની થઈ ન હિંમત,એને નડ્યું છે કાયમ બખતર અરસપરસનું.– રવીન્દ્ર પારેખ સીમા બબડતી હતી.. હું મા થઇ તે જ મારો વાંકને? તારો મારા ઉદરે જન્મ થયા પછી સતત તું લાતો મારીને શું ય ગુસ્સો કાઢતો હતો તે ત્યારેય નહોતું સમજાયું અને આજે પણ અબોલા તેં શાના લીધા છે..મને તો તે પણ સમજાતું નથી.તારું ભલું ઇચ્છવું અને તારી ભૂખ ભાંગવી તે સિવાય મેં કદી તારી પાસેથી કશુંય ઇચ્છ્યું નથી. અને આ જેનીફર સાથે તારા લગ્ન થયાં ને તને શું થઇ ગયું? મને ખબર નથી કે તારે માટે હું વસૂકી ગયેલી ગાય કે જેના આંચળમાં હવે દૂધ નથી તેમ સમજીને