દૂધીની વાનગીઓ

(42)
  • 5.7k
  • 5
  • 1.9k

શાકભાજીમાં દૂધી ભલે સસ્તી હશે પણ તે સારી એટલી જ છે. દૂધીમાંથી જેટલી વિવિધ વાનગીઓ બનતી હશે એટલી બીજાં કોઇ શાકભાજીમાંથી નહીં બનતી હોય. દૂધી એ દરેક ઋતુમાં મળતું શાક છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ શાક છે, દૂધીમાંથી સ્વાદિષ્ટ ખીર કે હલવો બનાવી શકાય છે તો થેપલાં અને મૂઠિયાં જેવા પોચા ફરસાણ પણ બનાવી શકાય છે. ગુજરાતીઓના ઘરમાં દૂધીની વિવિધ વાનગી બનતી હોય છે જેમ કે દૂધીનું શાક, જ્યૂસ, થેપલાં, મૂઠિયાં, દૂધીનો હલવો. કેમકે દૂધી પચવામાં ઘણી હળવી છે. હવે વજન ઉતારવા માટે દૂધીના રસનો ઉપયોગ થાય છે. આજની યુવા પેઢીને દૂધીનું શાક ખાવાનું કહેવામાં આવે તો ભલે મોંઢું મચકોડતા હોય પણ એ નોંધી લો કે...