હરિફાઈ

(11)
  • 4.4k
  • 1
  • 827

જાતે જ ગેટ, સેટ અને ગો કહીને દોડ્યા. પવનવેગે જાય બંન્ને દોડતા. આત્મવિશ્વાસના મોઢા પર સ્મિત અને ચમક. ઘણુ દુર હતુ ઝાડ હજુ પણ એના હાવભાવમાં સ્થિરતા અને પગ જ્યાં પડે ત્યાં અડગતા રણકતી હતી. પોતાના લક્ષ્ય તરફ મીટ માંડીને આગળ વધતો જતો હતો. આંખો અને લક્ષ્ય વચ્ચે બીજુ કોઈ નહતું. શ્વાસ ફુલતો જતો હતો અને લક્ષ્ય નજીક આવતુ જતુ હતુ અને ચહેરાની ચમક પણ વધતી જતી હતી. આ બાજુ અહંકાર પણ આગળ વધતો જતો હતો. દાંત ભીંસેલા, ચહેરા પર તાણની કરચલીઓ અને હાથની મુઠ્ઠીઓ ભયંકર રીતે ભીંસેલી હતી. એની નજર આત્મ-વિશ્વાસ પર વધારે અને પોતાના લક્ષ્ય પર ઓછી હતી. સતત કરડી આંખે તે આત્મવિશ્વાસને જોતો રહેતો. શ્વાસ ફુલતો ગયો, થાક વધતો ગયો પણ ભીંસેલી મુઠ્ઠીને ઓર ભીંસી, ચહેરાની કરચલી ઓર વધી.