અડગ મનના મુસાફરને

(25.4k)
  • 6.1k
  • 3
  • 1k

અડગ મનના મુસાફરનેનબળા મન ના મુસાફરને રસ્તો કદી જડતો નથી, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. હિંમતે મર્દા તો મદદે ખુદા.ઉદય હવે અમેરિકાનો સિટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો, એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો, પગાર પણ સારો હતો. પણ નોકરી કરતા પોતાની પણ એક (સ્ટાર્ટ અપ) કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું. જે પૂરું કરવાનો સમય આવી ગયો. પોતાની પત્ની અનિતાને આ વાત કરી. અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું, “હા ઉદય, તું કૈક નવું કર. આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે. માટે ઘરની