ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૧

(111)
  • 7.3k
  • 10
  • 4.3k

ગોહીલવાડના એક નાનકડા ગામડાનો યુવાન સ્વયમ ૧૮ વર્ષનો થઇ ગયો હતો. તેના પિતા ગામમાં જ એક પટેલના ખેતરમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સ્વયમના પરિવારમાં તેના દાદી, માતા, પિતા અને નાની બહેન હતા. પિતાની મજુરીમાંથી એટલું મળતું ન હતું કે, તેના પરિવારનું પેટ ભરાય. જેથી સ્વયમે શહેરમાં આવી કામ કરવાની ઇચ્છા તેના પિતા પાસે વ્યક્ત કરી. પિતાએ પણ તેને શહેરમાં જઇ કમાવવાની છુટ આપી અને ગામડામાં ઉછરી મોટા થયેલા સ્વયમે એક નાનકડી પેટીમાં પોતાના કપડા, માતાજીનો ફોટો અને થોડાક રૂપિયા લઇ શહેર તરફથી વાટ પકડી. થોડાક કલાકો થયા એટલે શહેરના બસ ડેપો પર બસ આવી અને ટિકીટ ચેકરે સ્વયમ