વે મેં તેનૂં યાદ કરાં...

(20)
  • 2.3k
  • 3
  • 951

સમયની ગતિ કેવી ન્યારી છે! મિલનની વેળાએ પળવારમાં સરી જતો સમય પ્રતિક્ષાની પળોમાં તસું તસું ખસે છે. મનપ્રીત બારી પાસે બેસીને પાછળ દોડી જતાં વૃક્ષોને જોઈ રહી હતી. ટ્રેન પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી અને છતાંયે એનું મન ઉતાવળું થઈ રહ્યું હતું. પંચાશી વર્ષની મનપ્રીતની આંખોમાં એક તરુણીનો તરવરાટ ઉછળતો હતો. એનું મન ભૂત અને ભવિષ્યમાં દોડાદોડી કરી રહ્યું હતું. આતૂરતાને ખાળવા બન્ને હાથ ભીડીને એ બેઠી હતી. એનાં ધ્રુજતાં હાથને સાહીને દોહીત્રી મિન્ટી બોલી, ચિલ નાની, વી વિલ બી ધેર સૂન. યુ વૉન્ટ સમથીંગ? મનપ્રીતે નકારમાં માથું ધૂણાવ્યું. મિન્ટી પેન્ટ્રી તરફ ચાલી. થોડી જ વારમાં કશુંક લઈ