દિલ ના સંબંધો

(17.3k)
  • 8.5k
  • 8
  • 1.2k

ઢળતી સાંજના સમયમાં ક્યાં ખબર હતી કે ખુશીનો માહોલ છવાઈ જશે. એક પુત્ર ઉપરાંત એક બીજા સંતાનની માતા બનનાર સ્વાતિ દીકરીની આશ લઈને જ બેઠી હતી.અને જાણે ભગવાને તેની પ્રાર્થના સફળ કરી તેમ તેને ઘેર લક્ષ્મીજી જ પધાર્યા. દીકરીનો જન્મ થયો હોવાથી સ્વાતિના સાસુ-સસરા નારાજ હતા. પણ ઘરના બાકી બધા સદસ્યો એટલે કે નીરજ અને સ્વાતિ તેમનો દીકરો અંશ એ ત્રણેય ખૂબ જ ખુશ હતા. અંશ તેની બહેનનું ખૂબ ધ્યાન રાખતો. આ દીકરીના આવ્યા પછી જે ખુશીનો માહોલ જોયો તે મુજબ તેમને દીકરીનું નામ ખુશી જ રાખી દીધું હતું.