13. ચાંચિયા પાછળ પડ્યા... ફડલબી તરફ પાછા ફરતી વખતે, ડૉક્ટરે બાર્બરી ટાપુ પસાર કરવાનો હતો. (ઘણાં વર્ષો પહેલાં યુરોપના તે ટાપુ પર બર્બર જાતિના લોકો રહેતા, માટે તે ‘બાર્બરી’ ટાપુ તરીકે ઓળખાય છે.) આમ તો બાર્બરી ટાપુ એટલે વિશાળ ઉજ્જડ રણપ્રદેશ. તે અફાટ વેરાન રણમાં ફક્ત રેતી અને કાંકરા જ દેખાય પરંતુ બર્બર તરીકે ઓળખાતા ચાંચિયાઓ ત્યાં મુકામ કરતા. આ ચાંચિયાઓ માણસના રૂપમાં હેવાન હતા. દરિયો ખેડવા નીકળેલા દરિયાખેડુંના જહાજને ડૂબાડવા તે તત્પર રહેતા. જયારે પણ કોઈ હોડી કે વહાણ ત્યાંથી પસાર થાય કે તેઓ પોતાનું ઝડપી વહાણ લઈ તેનો પીછો કરતા અને તે હોડી કે વહાણ સુધી