ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ - 24

(133)
  • 5.6k
  • 7
  • 3k

સ્તવન દેવધરકાકાનાં ઘરે પહોચ્યો. કાકા વરંડામાં બેસીને રાહ જ જોઇ રહેલાં. સ્તવનને જોઇએ ઉભા થઇ ગળેજ વળગાવી દીધો. આવી ગયો દીકરા ? ચાલ થોડો આરામ કર. તારાં માટે ચા નાસ્તો બધુજ તૈયાર છે. પછી ફેશ થઇને તૈયાર થા મારા પર પૃથ્વીરાજસિહનો ફોન આવી ગયો છે. આપણે અગીયાર પહેલાં પહોંચી જઇશું અને જમવા માટેનું નિમંત્રણ પણ છે. સામે હું ખૂબ ખુશ હું સમજુ સારું ખાનદાન, સંસ્કારી અને સુંદર છોકરી સાથે તારું સગપણ થશે. ચાલ તું પરવાર ત્યાં સુધી હું પણ પાઠ માળા કરીને તૈયાર થઇ જઉ. સ્વાતીનાં ઘરમાં પુરી તૈયારીઓ હતી. આજે ના વિવાહનો પ્રસંગ હતો ના કોઇ સગાવ્હાલાને ખબર આપી હતી છતાં ઘરમાં આનંદનો અવસર હતો. તાઉજી અને માણેકબા અહીં હાજર હતાં. પંડિતજી પણ આવી ગયાં હતાં. મોહીનીબા પણ ખૂબ જ આનંદમાં હતાં.