શિયાળાની વાનગીઓ

(92)
  • 9.1k
  • 18
  • 3.7k

શિયાળાની વાનગીઓ - મિતલ ઠક્કર શિયાળો શક્તિ સંચયની ઋતુ ગણાય છે. શિયાળામાં લીલાંછમ શાકભાજી આરોગ્યવર્ધક હોવાની સાથે તેમાં અનેક ગુણ સમાયેલા છે. તે શરીર માટે ગુણકારી ન હોય તેવા તત્ત્વો બહાર ફેંકી દે છે. એટલે શિયાળામાં મળતાં લીલા શાકભાજીનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. શિયાળામાં સૌથી વધુ ખવાતું ઊંધિયું ન્યુટ્રિશનની દૃષ્ટિએ ખૂબ ઊંચું માનવામાં આવે છે. કેમકે એની અંદર બિયાંવાળી શાકભાજી, રીંગણાં, ફ્લાવર, કંદ, લીલું લસણ વગેરે નાખવામાં આવે છે. જેમાં બધાં જ શિયાળાના શાક છે. એમાં ભરપૂર પોષક તત્વો હોય છે. પણ આજના આધુનિક સમયમાં ઊંધિયાની રીતને બદલવી જરૂરી છે. બજારમાં મળતું ઊંધિયું ખાવાને બદલે