જોગાનુજોગ તે પહેલા જ દિવસે મોડી પડી. શાળાના નિયમ મુજબ ગેટની બહાર ઉભુ રહેવુ પડ્યુ. આ ઘટનાથી એ થોડી નિરાશ જણાય રહી હતી. નવા પ્રવેશથી તેને માફ કરવામા આવી અને બધાની સાથે લાઇન મા ઉભા રહેવા કહ્યુ. ત્યાં તો એક બીજી નિરાશા આવી ગઇ. જે છોકરી ક્યારેય છેલ્લે રેહવામા માનતી ન હતી, હંમેશા પહેલા જ ઊભી રહેતી તેને પોતાના લાંબા કદના કારણે લાઇન મા છેલ્લુ ઊભુ રહેવુ પડ્યુ. એ મનમાં ભગવાનને પુછી રહી હતી કે મારી સાથે જ કેમ!..આટલી એકલી લડી રહી છુ આ બધા અનુભવોથી તો આટલી મુશ્કેલી ,આટલા કડવાશ એક સાથે કેમ?!...પણ એને ક્યાં ખબર હતી કે એ જ પળથી જીંદગી જોવાની એક નવી નજર મળવાની છે!.....