શબીનાને યાદ આવ્યુ એ તો મુનાફે ધંધો કરવા જોઈએ છે એમ કરીને લીધી હતી . “ કાસિમ ચાચા મુનાફે ધંધો કરવા પૈસા લીધા હતા મેં તો પૈસા જોયા પણ નથી , હોય તો કબાટમાં જ હોય .” ઝડપથી ઊભા થઈ તેણે કબાટ ખોલ્યુ , જોયુ તો કશુ જ ન હતુ . ઉપરના ખાના પર નજર કરી તો શબીના ના નવા કપડા પણ ગાયબ હતા . રડતી આંખો લૂછતી શબીના બોલી , “ ચાચા હવે શુ થશે ?” “ બિટીયા લોન તો તારા નામે લીધી છે તો પૈસા તો તારે જ ભરવા પડશે .” “ ચાચા હું શું કરુ ? મને થોડો ટાઈમ તો આપો , કદાચ મુનાફ પાછો આવી જાય ...!”