સાઇકો (પાગલ )

(45)
  • 2.9k
  • 7
  • 889

રોહન ના હાથ એ માયા નો હાથ છોડ્યો અને એક હાથ તેની કમર પર રાખી અને બીજો હાથ ખભા અને ગાલ પાસે થી પસાર કરી અને તેના માથા પર પાછળ ના છુટા વાળ પર ફેરવવા લાગ્યો. અને માયા ની વધુ નજીક આવી ગયો. એટલો નજીક કે બંને ને એક બીજા શ્વાસ ઉચ્છવાસ મહેસુસ થવા લાગ્યા. માયા ચૂપ ચાપ ઉભી રહી અને બધું જોતી રહી. રોહન તેના હોઠો માયા ના હોઠો પર મુકવા જતો જ હતો ત્યાં માયા એ તેને તેના હાથ દ્વારા થોડો પાછળ ધકેલ્યો અને બોલી , “મને ભૂખ લાગી છે પેહલા ડિનર કરી લઈએ.” રોહન એ હલકો નિસાસો નાખ્યો અને બોલ્યો , “ જેમ તમે કહો એમ મોહતરમા .”