કબુતરબાઝ

(47)
  • 3.7k
  • 7
  • 1k

લગભગ અડધા કલાકના ટ્રાફિક પછી પણ તેઓએ માત્ર અડધો જ રસ્તો કાપ્યો હતો. ગરમી હોવાથી ધનસુખલાલે બહુ જ પાણી પીધું હતું અને એટલે જ અચાનક તેમને પેશાબ લાગી. થોડીવાર સુધી તેઓ કઈંજ બોલ્યા નહિ. બે-ત્રણ આવતા ફોન પણ ઉપાડ્યા નહિ. પ્રેશર વધતું હતું. એ.સી ચાલુ હોવા છતાં તેમને પરસેવો થવા લાગ્યો હતો. ડ્રાઈવરની અચાનક નજર તેમના તરફ ગઈ. “શું થયું સાહેબ? તબિયત ખરાબ છે? ડૉ. અસ્નાનીને ત્યાં લઇ લઉં?” ડ્રાઈવરે ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું. એટલામાં ફરી આગળ ટ્રાફિક જામ થતાં, ગાડી ઉભી રહી. “ના..ના. રમેશ એક કામ કર. મને બાથરૂમ લાગી છે. મારે જવું જ પડશે.તું ગાડી આગળ, સર્કલ પછી ઉભી રાખજે. હું સામે પે એન્ડ યુઝમાં જ જઈ આવું છું” ધનસુખલાલે બને તેટલા જોરથી બોલવાનો પ્રયત્ન કર્યો.