અંધારી રાતની એક વાત ભાગ - ૨

(78)
  • 2.4k
  • 11
  • 798

મારૂ નામ માયા છે, હું હરણી વિસ્તારમાં જ રહું છું. મારા માતા-પિતા પણ વડોદરામાં જ ગોત્રી વિસ્તારમાં રહે છે. થોડા મહિના પહેલા જ રાકેશ સાથે મારા લગ્ન થયા છે. લગ્ન બાદ રાકેશની પૈસાની લાલચના કારણે આજે મારી આ હાલત થઇ છે. રાકેશને મારા પરિવારની ગરીબી વિષે બધીજ જાણકારી હતી. છતાં તેને મારી સાથે લગ્ન કર્યા હતા. તે સમયે મને ખબર ન હતી કે રાકેશ મારા ભલા માટે નહીં પરંતુ તેની રૂપિયાની ભૂખને પુરી કરવા માટે મારી સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નના એક અઠવાડીયામાં જ તેને મારા પરિવાર પાસેથી રૂ. ૫૦,૦૦૦ લઇ આવવાની માગણી શરૂ કરી હતી. મારા માતા-પિતા તે માગણી પુરી કરી શકે તેમ ન હતા.