ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય એવાં ચાર પ્રકારનાં આકર્ષણો ધરાવતા અને વિશ્વના સૌથી મોટા ઓપનએર મ્યુઝિયમ તરીકે ઓળખાતા અદભૂત પ્રવાસધામ હમ્પીની વાત હવે આપણે આગળ ચલાવીએ. બપોરે જમ્યા પછી થોડો આરામ કરીને અમે એ જ રીક્ષા અને એ જ ગાઈડ સાથે ફરીથી હમ્પીનાં બાકીનાં જોવાલાયક સ્થળો તરફ નીકળી પડ્યા. ૧) શાહીકક્ષ: અમારું સૌ પ્રથમ ડેસ્ટીનેશન આવ્યું રોયલ એન્ક્લોઝર એટલે કે શાહીકક્ષ. અહીં રાજાનો મુખ્ય મહેલ ઉપરાંત અન્ય ઘણાં બધાં સ્ટ્રકચર હતાં. ૫૯૦૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં પ્રસરેલ અને ચોતરફ પથ્થરની મજબુત દ્વિસ્તરીય દિવાલ ધરાવતા આ વિશાળ કોમ્પલેક્સમાં હાલ ૪૩ જેટલાં નાનાં મોટાં બિલ્ડીંગ મળી આવ્યાં છે. તેના પરથી શાહીકક્ષની ભવ્યતાની