ઉજળી પ્રીતનાં પડછાયા કાળા પ્રકરણ-23 ગાડીમાં બેઠાં પછી સ્તવને પહેલાં પોતાની સ્લીપરની જગ્યા જોઇ. બધો સામાન વ્યવસ્થિત મૂકીને બારીમાંથી પાપા મંમીને બંન્ને બાય કીધું. મંમી પપ્પા બંનેનાં ચહેરો પર આનંદ હતો. દર વખતે દીકરો જયપુર અભ્યાસ અંગે જતો આ વખતે જીંદગીમાં કોઇ ખૂબ અગત્યનાં અને શુભ કામ માટે જઇ રહ્યો હતો. કાયમ એકલો સ્ટેશન આવતો આજે મંમી પપ્પા બંને મૂકવા આવેલાં બધાનાં મનમાં આનંદ સમાતો નહોતો. ગાડી ચાલુ થઇ અને ધીમે ધીમે મંમી પપ્પા આંખથી દૂર થઇ રહ્યાં હતાં એ બારીમાંથી હાથ હલાવતો રહ્યો. હવે ટ્રેઇને ઝડપ પકડી એ લોકો દેખાતા સાવ બંધ થયાં. સ્તવન સીધો જ