દિવ્યા – મા, દાદી કે વડદાદી

(16)
  • 1.5k
  • 2
  • 470

‘તું વધારે બોલે છે અને મને પણ બોલાવે છે! જો મને પણ બોલતાં શ્વાસ ચઢે છે! બીજું કે દાદી વહેલી સવારની બસમાં ગામડેથી અહીં આવવા નીકળી ગયાં છે, એકાદ કલાકમાં તે આવ્યા ભેળાં જ છે!’ ‘ચાલો, હું બોલવાનું બંધ કરું અને તમે પણ વાર્તા કહેવાનું માંડી વાળો! બાનો ડોક્ટર પાસેથી પાછા આવવાનો સમય થવા આવ્યો છે, તો ચાલોને પપ્પા, આપણે ખોટુંખોટું ઊંઘવાનો ઢોંગ કરીએ! બાના આવ્યા પછી આપણે એકદમ હસી પડીને તેને સરપ્રાઈઝ આપીશું!’