ટામેટાંની ટેસ્ટી વાનગીઓ

(49)
  • 4k
  • 13
  • 1.6k

ટામેટાંની ટેસ્ટી વાનગીઓ - મિતલ ઠક્કર ટામેટાંનો ખાટો-મીઠો એ સ્વાદ જ છે જેને લીધે તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી શાકભાજી તરીકે ખ્યાતિ ધરાવે છે. મોટાભાગના શાક -દાળ કે પછી અન્ય વાનગીઓ ટામેટાં વિના અધુરી રહે છે. ટામેટાં વાનગીઓમાં સ્વાદ ઉમેરવાનું કામ કરે છે. સ્વાદ બમણો થાય છે અને સ્વાસ્થય પણ સુધરે છે. ટામેટાંમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ જોવા મળે છે. તેને તળવામાં કે ફ્રાય કરવામાં આવે તો પણ તે અકબંધ રહે છે. શિયાળામાં તેનું નિયમિત સેવન શરીર માટે વિશેષ લાભદાયક રહે છે. જ્યારે પણ ટામેટાં ખરીદવા જાઓ ત્યારે લાલ ટામેટાંની જ પસંદગી કરો.