ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 5

(125)
  • 3.3k
  • 20
  • 1.7k

માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 48000થી પણ વધુ ડાઉનલોડ મળી ચૂક્યા છે, જે લેખકને સતત અને સરસ લખવાની પ્રેરણા આપવા પૂરતું છે. તેથી જ હું આપની સમક્ષ ફરી રોમાંચક કથા લઈને ઉપસ્થિત થયો છું. ખરેખર તો આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ છે. ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. અરે, લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં તે સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. તો અચૂક વાંચવાલાયક ‘ડૉક્ટર ડૂલિટલ’નો આનંદ લેવાનું ચૂકશો નહીં. મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ જ આપને તે ખૂબ મજા કરાવશે તેની ગેરંટી.