અને બન્યું પણ એવું જ રૂપલી પણ આમ એનું નામ રૂપા. એનું નામ એ સાર્થક કરતી જાણે. રૂપ રૂપ નો અંબાર હતી રૂપલી. એનો વર્ણ જાણે તાજું ને કુમળું કપાસ. બદામી આંખો. લાબું ધારદાર નાક. લાંબી દાઢી. ને કંઠ તો પાણી પીએ તો આરપાર જોઈ શકાય એવું. રેશમી છુટ્ટા વાળ. ભમરડાં ની જેમ ફરતા એના પગ. ને અવાજ તો જાણે સાક્ષાત સરસ્વતી. એ એના બાપુ સાથે ક્યારેક શહેર જતી. ક્યારેક અનાજ વેચાવવા તો ક્યારેક ખેતી ના સાધનો ખરીદવા. ત્યાં જ એક શેઠયા ના એકનાએક દીકરા ને આ રૂપલી ગમી ગઈ. અને પછી તો એના બાપુ ને ગમતું હતું એવું મળી પણ ગયું. શેઠિયા એ રૂપલી ના બાપુ ને એમના ઘરે બીજે જ દી બોલાવ્યા.