પરિધિ

(23)
  • 3k
  • 6
  • 711

.સુખની વ્યાખ્યાનાં પર્યાય સમો સંપન્ન પરિવાર અને ખુશખુશાલ જીવન. ક્યાંય કશી અધૂરપ નહીં . બીજું સુખી થવા માટે જોઈએ પણ શું?! (આ સવાલ હતો કે મનને મનાવવાની વાત!!) ફરી મન સ્કુલથી વૅનના હોર્ન અને કુકરની સીટીઓથી ભરાઈ ગયું. સમય જોયો, મનને પંપાળ્યું કે હજુ તો વાર છે અને હીંચકાની ઠેસથી બધા અવાજો હટાવ્યા. સામે એક ગુલમહોરનું વૃક્ષ છે એના કેસરિયાળા પુષ્પો દિવસના તેજમાં પોતાની અગ્નિશિખાઓથી ગગને વિહરતાં સૂર્યનારાયણની અર્ચના કરતાં રહે છે. થોડા દિવસથી ત્યાં રોજ બે પારેવાં આવે છે. માળો નથી બાંધ્યો. બન્ને ઉંઘી રહ્યા છે. સૂકુનભર્યું શાંત વાતાવરણ છે. દિવસનો કોલાહલ હજુ કાને નથી પડતો. ફરી એક ઠેસથી હીંચકાની ગતિ વધારી. જીવન પણ કોઈ દુર્ગમ ગતિથી દોડ્યું જાય છે. જેમ જેમ પાંખો પર તણખલાંનું વજન વધતું જાય છે,