જય નાનપણથી જ ખૂબ જ દેખાવડો, માસુમ, સમજદાર અને ડાહ્યો. પણ એને ખોટું સહન ન થાય તો ગુસ્સે થતો. મા- બાપ અને દીદી નો લાડકો ભઈલુ. સ્કુલે જવા માટે રેગ્યુલર. કોઈ દિવસ રજા પાડવી ના ગમે. મેથસ મા 98 માકૅસ લાવે 100 માથી. સ્કુલ મા લંચ બોક્સ મા એની પાસે મમરા કે વઘારેલી ભાખરી સિવાય કશું જ ના હોય છતાય કયારેય કોઈ માગણી કે જીદ ના કરે. નાનપણથી જ વધુ સમજણો થઈ ગયો હતો. જય પોતાની કોઈ વસ્તુ કે રમકડા માટે માંગણી કરી નહીં. બધા દોસ્તો થી દૂર એકલો બેસી નાસ્તો કરે. મા - બાપ ની પરિસ્થિતિ સારી ન હતી.