તમારા આત્માનો અવાજ એ જ તમારું અસ્તિત્વ !

  • 3.2k
  • 4
  • 891

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक: न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: ભગવદગીતાનો આત્મતત્વને સમજાવતો આ શ્લોક છે. ‘આત્મા કદી જન્મતો નથી કે કદી મરતો નથી. તેને અગ્નિ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી. માણસ શરીરથી મરે છે પણ આત્મા તો અમર હોય છે એવી ઠાલી ઠાવકી વાતો આપણે સાંભળી છે અને બીજાને સમજાવતા હોઈએ છીએ. પણ ખરેખર આત્મા સુધી પહોંચવાનો આપણો કોઈ પ્રયાસ હોય છે ? આત્મતત્વના અવાજને આપણે ક્યારે સુણ્યો છે ? અનુસર્યો છે ? આત્મા વિશે આપણે કંઈ જ જાણતા નથી, એને જોઈ નથી, અનુભવી નથી અથવા આપણને ક્યારે મળી નથી