રક્ષા બંધન--पवित्र रिश्ता "કોણ હલાવે લીંમડી અને કોણ ઝૂલાવે પીપળી, ભાઈની બે'ની લાડકી અને ભઈલો હલાવે ડાળખી;" અરે ! આ ગીત કેમ મને આજે સ્ફુરી આવ્યું? શું મારા ભાઈલાના કૈં માઠા સમાચાર હશે ? લાવ ફોન કરી પૂછી જોઉ. આમ કહી ભદ્રાબહેન સોફામાંથી એકદમ ઉભા થઈ ટેલીફોન પાસે આવ્યા.ટેલીફોન ટેબલ પાસે ગુજરાતી કેલેન્ડર લટકતું હતું. તેના ઉપર બાલકૃષ્ણનો સુંદર ફોટો હતો.બાલકૃષ્ણ નટખટ મુખમુદ્રામાં આછા મધુર સ્મીતભર્યા મલકતા મુખે ઉભા છે. માતા યશોદા તેને ધમકાવતી ક્રોધીત મુદ્રામાં ઉભા છે. કેલેન્ડરમાં ઑગસ્ટ માસ દર્શાવતાં પાના ઉપર લાલ અક્ષ્રરની તારીખ અને તેની નીચે 'રક્ષા બંધન'' લખેલા શબ્દો ઉપર તેમની નજર સ્થિર