સાંજે રોજ કરતા વેહલા જ હું અને વસીમ રૂમ પર આવી ગયા હતા અને હું સિગારેટ પીતો પીતો અખિલ અને રાજાની રાહ જોઈ રહ્યા હતા, થોડીવાર માં દરવાજા પર ખખડવાનો અવાજ આવ્યો અને વસીમે દરવાજો ખોલ્યો સામે અખિલ અને રાજા ઉભા હતા થઈ ગયું ભાઈ તારા શેઠીયાના ઘરનું કામ એને કઈ દેજે સાતસોને પચાસ થયા છે આ બીલ છે આપી દેજે કેહતા એના ખિસ્સામાંથી કાગળ કાઢીને રાજાએ મને આપ્યો. હા એ બધું છોડ બંગલો કેવો છે અને એનું લોકેશન કઈ રીતનું છે સિક્યુરીટી કેમની છે બોલ ચલ હું મારા પ્લાન માટે જ વિચારી રહ્યો હતો, મેં એ ઘર અને આજુબાજુની જગ્યાથી થોડો વાકેફ હતો પણ હું સ્યોર થવા માંગતો હતો એટલે હું પૂછી રહ્યો હતો.